ગુજરાતી ઉખાણાં પહેલીયા | GUJARATI UKHANA
ગુજરાતી ઉખાણાં પહેલીયા – GUJARATI UKHANA WITH ANSWER 1)એ કોણ છે જે ગમે તેટલો વૃદ્ધ થઈ જાય પણ છતાં જવાન જ રહે છે? જવાબ : સૈનિક (દેશના જવાન) 2)વાંચવા અને લખવા બંનેમાં કામ લાગે છે, કાગળ નહીં, કલમ નહીં બોલો શું છે મારું નામ? જવાબ : ચશ્મા 3)એ કઈ વસ્તુ છે જે પાણી પીતા જ મરી જાય છે? જવાબ : તરસ 4)ન ભોજન લે છે ન વેતન લે છે છતાં રખેવાળી કરે છે. જણાવો તે કઈ વસ્તુ છે? જવાબ : તાળું 5)એવી કઈ વસ્તુ છે જે વ્યક્તિ છૂપાવીને અને મહિલા દેખાડીને ચાલે છે? જવાબ : પર્સ 6)એવી કઈ વસ્તુ છે જેને છોકરી વર્ષમાં એક વખત ખરીદે છે જવાબ : રાખડી 7)કાળો ઘોડો સફેદ સવારી એક ઊતર્યું બીજાનો વારો? જવાબ : તવો અને રોટલી 8)પિતાએ પોતાની દીકરીને એક ગિફ્ટ આપી અને કહ્યું ભૂખ લાગે તો ખાઈ લેજે… તરસ લાગે તો પી લેજે અને ઠંડી લાગે તો સળગાવી લે છે… એ ગિફ્ટ શું છે? જવાબ : નારિયેળ 9)એ કઈ વસ્તુ છે જે વરસાદમાં ગમે તેટલું પલળે, પણ ભીનું થઈ શકતું નથી? જવાબ : પાણી 10)એ શું છે જેની આંખોમાં જો આંગળી નાખો તો તે પોતાનું મોઢું ખોલી દે છે? જવાબ : કાતર 11)અજયના માતાપિતાના ત્રણ બાળકો છે : પહેલો વિજય, બીજો વિશાલ અને ત્રીજા દીકરાનું નામ શું છે? જવાબ : અજય,...