ગુજરાતી ઉખાણાં પહેલીયા | GUJARATI UKHANA

ગુજરાતી ઉખાણાં પહેલીયા – GUJARATI UKHANA WITH ANSWER



1)એ કોણ છે જે ગમે તેટલો વૃદ્ધ થઈ જાય પણ છતાં જવાન જ રહે છે?

જવાબ : સૈનિક (દેશના જવાન)


2)વાંચવા અને લખવા બંનેમાં કામ લાગે છે, કાગળ નહીં, કલમ નહીં બોલો શું છે મારું નામ?

જવાબ : ચશ્મા


3)એ કઈ વસ્તુ છે જે પાણી પીતા જ મરી જાય છે?

જવાબ : તરસ


4)ન ભોજન લે છે ન વેતન લે છે છતાં રખેવાળી કરે છે. જણાવો તે કઈ વસ્તુ છે?

જવાબ : તાળું


5)એવી કઈ વસ્તુ છે જે વ્યક્તિ છૂપાવીને અને મહિલા દેખાડીને ચાલે છે?

જવાબ : પર્સ


6)એવી કઈ વસ્તુ છે જેને છોકરી વર્ષમાં એક વખત ખરીદે છે

જવાબ : રાખડી


7)કાળો ઘોડો સફેદ સવારી એક ઊતર્યું બીજાનો વારો?

જવાબ : તવો અને રોટલી


8)પિતાએ પોતાની દીકરીને એક ગિફ્ટ આપી અને કહ્યું ભૂખ લાગે તો ખાઈ લેજે… તરસ લાગે તો પી લેજે અને ઠંડી લાગે તો સળગાવી લે છે… એ ગિફ્ટ શું છે?

જવાબ : નારિયેળ


9)એ કઈ વસ્તુ છે જે વરસાદમાં ગમે તેટલું પલળે, પણ ભીનું થઈ શકતું નથી?

જવાબ : પાણી


10)એ શું છે જેની આંખોમાં જો આંગળી નાખો તો તે પોતાનું મોઢું ખોલી દે છે?

જવાબ : કાતર


11)અજયના માતાપિતાના ત્રણ બાળકો છે : પહેલો વિજય, બીજો વિશાલ અને ત્રીજા દીકરાનું નામ શું છે?

જવાબ : અજય, અજય પોતે એ ત્રીજો દીકરો છે.


12)લીલો ઝંડો, લાલ કમાન, તોબા તોબા કરે માણસ

જવાબ : મરચાં


13)એક લાકડીની સાંભળો કહાણી, તેમાં ભરેલું છે મીઠું પાણી

જવાબ : શેરડી


14)વર્ષના કયા મહિનામાં 28 દિવસો હોય છે?

જવાબ : દરેક મહિનામાં


15)કઈ વસ્તુ છે જે તમે તમારા ડાબા હાથમાં પકડી શકો છો પણ જમણા હાથમાં નહીં ?

જવાબ : તમારી જમણી કોણી


એ કઈ વસ્તુ છે જે ઉપર-નીચે થાય છે પણ પોતાની જગ્યાએ જ રહે છે?

જવાબ : સીઢી

તો મિત્રો આ ગુજરાતીમાં કેટલાક Gujarati Ukhana / riddles in gujarati with answers હતા. યા ગુજરાતી ઉખાણાં અને પહેલીયા તમને કેવી રીતે ગમે છે તે અમને ટિપ્પણીઓમાં જણાવો. જો તમે કેટલાક અન્ય ukhana with answer પણ જાણો છો તો અમને ટિપ્પણી ઓમાં જણાવો.

Comments

Popular posts from this blog

Roman Numeral 1 to 100 / Roman Ank 1 to 100

Download Silent Eye App | Silent Eye - Catch your Friend Apps on Google Play | Download Apk

How to enter the name in the voter list?